હિમતનગર ખાતે ખાનગી ચેનલ દ્વારા કોરોનાવોરિયર્સનું સન્માન કરાયું. હિંમતનગર : કોરોના કાળના દોઢ વર્ષ દરમિયાન ગરીબોને અનાજની કીટ આપનાર મુસ્લિમ સમાજના ધર્મ ગુરૂ ઝાહીદહુસેન અલવીનું પ્રભારીમંત્રી અને ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું. હિંમતનગરના ર્ડા.નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે બુધવારે ખાનગી ચેનલ દ્વારા આયોજીત રીયલ હિરોઝ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરિયર્સ પોલીસ, આરોગ્ય, શિક્ષણ તથા સેવાભાવિ સંસ્થા વ્યકિતઓનું તેમજ કોરોનાના દોઢ વર્ષ સુધી ગરીબ પરિવારોને રાશન કીટ પૂરી પાડનાર મુસ્લિમ સમાજના ધર્મ ગુરૂ હઝરત ઝાહીદહુસેન અલવીનું જિલ્લા પ્રભારીમંત્રી ર્ડો.કુબેર ડિંડોર તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના હસ્તે વિશેષ સન્માન કરાતાં આ પ્રસંગે જિલ્લા કલેકટર હિતેષ કોયા સહિત પાલિકા પ્રમુખ યતીનબેન મોદી તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Look out the images below: